primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

November 17, 2014

વાર્તાલાપ

એક શિક્ષક
પોતાના વર્ગના વિદ્યાર્થીઓ સાથે
વાર્તાલાપ કરી રહ્યા હતા. શિક્ષકે
પોતાના વિદ્યાર્થીઓની સમક્ષ એક
પ્રશ્ન
મુકતા પુછ્યુ , " આ બ્રહ્માંડમાં તમને જે કંઇ
દેખાય છે એ
બધુ જ સર્જન ભગવાનનું છે એ સાચુ કે ખોટુ ?"
એક
વિદ્યાર્થીએ ઉભા થઇને જવાબ આપ્યો , "
સર, આપે જે
કહ્યુ તે બિલકુલ સાચુ છે સમગ્ર બહ્માંડમાં જે
કંઇપણ
અસ્તિત્વમાં છે તેનું સર્જન ભગવાને જ કર્યુ
છે."
શિક્ષકે વિદ્યાર્થીને સામો પ્રશ્ન પુછ્યો ,
" બેટા ,
તો પછી આ દુનિયામાં જે દુર્જનો અને
શયતાનો છે એ
પણ ભગવાનની જ આ જગતને અપાયેલી ભેટ
ગણવાની ને ?"
વિદ્યાર્થીએ કહ્યુ , " સર, હું આ
બાબતમાં જવાબ
આપતા પહેલા આપને બે પ્રશ્નો પુછી શકુ ?"

શિક્ષક : " ચોક્ક્સ , તારે જે પુછવુ હોય તે
બિન્દાસ પુછ."
વિદ્યાર્થી : " સર, આ જગતમાં ઠંડીનું કોઇ
અસ્તિત્વ છે
ખરુ ? "
શિક્ષક : " ઓફકોર્સ છે. કેમ તને ક્યારેય
ઠંડીની અનુભૂતિ નથી થતી."
વિદ્યાર્થી : " સર આપ મને માફ કરજો પણ
આપ આ
બાબતમાં ખોટા છો ઠંડીનું કોઇ અસ્તિત્વ
છે જ નહી,
માત્ર ગરમીની હાજરી નથી એટલે ઠંડી જેવું
લાગે છે."
શિક્ષક : " યસ બેટા તુ સાચો છે."
વિદ્યાર્થી : સર બીજો સવાલ એ છે કે શું
અંધારાનું
અસ્તિત્વ છે ? "
શિક્ષક : " હા , છે જ રોજ રાત્રે અંધારુ હોય
જ છે ."
વિદ્યાર્થી : " સર, આપનો જવાબ ફરીવાર
ખોટો છે.
સર અંધારા જેવુ કંઇ છે જ નહી માત્ર
પ્રકાશની હાજરી નથી માટે આપણને અંધારુ
લાગે છે.
સર આપણે પણ હંમેશા ગરમી અને પ્રકાશ વિષે
જ ભણીએ
છીએ ઠંડી અને અંધારા વિષે ક્યારેય કોઇ
ભણાવતું
નથી. બસ એવી જ રીતે આ દુનિયામાં દુર્જન
અને
શયતાનનું અસ્તિત્વ છે જ નહી માત્ર પ્રેમ ,
કરુણા અને
માનવતાથી હર્યાભર્યા સજ્જનોની ગેરહાજરી છે.
"
શિક્ષકની સાથે દલીલ કરનારો આ
વિદ્યાર્થી આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતો. આ
જગતમાં જે
કંઇ પાપાચાર કે અનાચાર
જોવા મળી રહ્યો છે તે
માત્ર સજ્જનતાના અભાવને કારણે છે
બાકી આપણું
બધાનું મુળરૂપ તો નિર્મલ અને આનંદમય
બ્રહ્મ જ છે.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo