primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

November 23, 2014

ગુણોત્સવ..... -શૈલેશ ગજ્જર

ગુણોત્સવ...
આ ગુણોત્સવની ખણખોતર નથી પણ થોડું ધ્યાને દોરવા જેવું છે,બાકી ગુણોત્સવ યોજાય છે એ તો બરાબર જ છે.
ગુણોત્સવ પુરો થયો,
ગુણોત્સવ વખતે મુલ્યાંકન કરવા આવતાં અધિકારીઓ જો પ્રાથમિક શિક્ષણની બાબતો બરાબર ન સમજી શકતા હો તો સ્થિતિ એવી પેદા થાય કે,
ભેંસનો ડોક્ટર માણસની તપાસ કરે...!
હું માનું છું કે એ લોકો જ શિક્ષણની બાબતોને બરાબર સમજી શકે કે જે દિલથી શિક્ષણ સાથે જોડાયેલા હોય...
નોકરી લાગ્યા પછી એક પણ પુસ્તક હાથમાં ના પકડ્યું હોય એવો મોટો અધિકારી પણ શું મુલ્યાંકન કરી શકે !
અને એમાં પણ પ્રાથમિક શિક્ષણનું ?

બાળકોના કલબલાટને બખાળો સમજનારાઓ પ્રાથમિક શાળાઓનું ખરી રીતે મુલ્યાંકન કરી શકે?
આપણને આપણા કામથી સંતોષ હોય તો એનાથી મોટો ગ્રેડ કયો હોઈ શકે !
બે દિવસ પહેલાની જ વાત કરું,
અમારે ત્યાં એક મેડેમ મુલ્યાંકન માટે આવ્યાં,એમને પરીચય નથી આપવા પણ ખ્યાલ આવી જશે.
આપણને એમની સામે વાંધો નથી પણ જો ના ફાવતું હોય તો પુછવું જોઈએ અને જો પુછતાં અહમ્ નડતો હોય તો આવવું ના જોઈએ...
એ નિશાળમાં આવ્યાં,
બે ઓરડાવાળી નિશાળ જોઈ,
બે શિક્ષકોને મળ્યાં,
સમયપત્રક મુજબ કાર્યક્રમ શરું થયો,
પહેલાં બાળકોનું વાંચન કરાવ્યું,
એમણે મુલ્યાંકન કરવાનું ચાલું કર્યું,
બાળકોને એમની જોડે બોલાવી વંચાવતાં જાય અને માર્ક મુકતાં જાય,
સારામાં સારું વાચે એને દશમાંથી પાંચ !
બાકીનાને મીડું,એક અને વધારેમાં વધારે બે...
મે કહ્યું''મેડમ,સાવ મીડું તો ના મુકાય,તમે મીડું કેમ મુક્યું?''
એમણે કહ્યું,''બાળક તુટક-તુટક વાંચે છે અને અર્થગ્રહણ ક્યાં કરી શકે છે?''
મેં કહ્યું,''તુંટક-તુટક પણ મીંડાથી તો વધારે છે ને! સાવ કંઈ ન આવડે,મુંગું રહે તો મીડું કહેવાય,પણ આ તો મીડાંથી વધારે જ છે એ ચોક્કસ છે''
એમણે કહ્યું,'અમને આ રીતે મુલ્યાંકન કરવા કહ્યું છે'
મેં કહ્યું,''તો વાંધો નહીં,આ તો તમને કહ્યું છે''
*મેડમે,મોઢું ચડાવીને બાળકોનું લેખનનો ટેસ્ટ લેવાનું ચાલું કર્યું,
બીજા ધોરણના બાળકોને લેખન કરાવ્યું,
જે બાળકને વાંચનમાં મીડું કે એક માર્ક હતો એને લેખનમાં સાત-આઠ-નવ માર્ક !
એમને એમની જોડે બાળકને બોલાવી શબ્દો લખાવ્યા તો બાળકના છ થી વધારે શબ્દો સાચાં હતાં....
અને એ પ્રમાણે માર્ક મુક્યાં !
*હું વિચારતો હતો કે જે બાળક વાંચનમાં મીડું (પેલા મેડમના મતે)હોય એ શ્રુતલેખનમાં છ કે સાત માર્ક કઈ રીતે લાવી શકે?
ચલો જવા દો,
આ તો એમનું મુલ્યાકન છે.
1.શિક્ષરો પુસ્તકો વાંચે છે?
માર્કસ-5
2.બાળકો પુસ્તકો વાંચે છે?
માર્કસ-0
એ પણ એમની રીતે જોયા કે પુછ્યા વગર !
જે શાળામાં શિક્ષકો લાયબ્રેરીનો ઉપયોગ કરી કરતાં હોય એનાં બાળકો એકેય પુસ્તક વાંચતું ના હોય !
હાહાહા,
આ પણ જવા દો,
આપણી શાળામાં ગમે તે શુભેચ્છા મુલાકાત લઈ શકે છે,ગમે ત્યારે...
1988માં બનેલી નિશાળ હું ગયો ત્યારે ગોડાઉન જેવી લાગતી હતી,
બે ઓરડાની કોરીકટ દિવાલો,
નિશાળનું ક્યાંય નામ જ નહીં,
ડંકો પડે એટલે થોડાંક બાળકો આવે એટલું જ બસ...
આજે,
દિવાલોને કુંપળો ફૂટી છે,
બાળકોના હોઠો પર સ્મિત છે,
નિશાળ-નિશાળ જેવી લાગે છે...
વિચાર એક જ આવે કે અત્યાર સુધી કોઈ અધિકારી અહીં નહીં આવ્યાં હોય?અને આવ્યાં હોય તો એમણે એ વખતના શિક્ષકમિત્રોને કોઈ ટકોર નહીં કરી હોય !
જે થયું તે....
આજે સારું છે,
આવતી કાલે એનાથી સારું થશે....

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo