primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

November 23, 2014

મારી GTU ની CCC પરીક્ષા- Tr Babu Patel

મિત્રો
આજે ટાઇમ મળતામારી સાથે ૧૨ નવેમ્બરના રોજ બનેલી એક ઘટના અહિ રજુ કરુ છુ તેના દ્વારા તમને ખ્યાલ આવશે હું કેવું મુર્ખ સાબિત થોત........................
મિત્રો મારી GTU ની CCC પરીક્ષા તા ૧૨/૧૧/૨૦૧૪ રોજ હતી પણ મને એમ કે મારી પરિક્ષા તા ૧૪/૧૧/૨૦૧૪ રોજ છે તે માટેની મેં હોલ ટીકીટ પણ ડાઉનલોડ કરેલ પણ મારા મગજમાં એવી રાઈ ભરાઈ કે મારી પરિક્ષા તા ૧૪/૧૧/૨૦૧૪ રોજ છે તા ૧૨/૧૧/૨૦૧૪ રોજ મારી રોજની કામગીરી પરુ કરી શાળામાં ગયો ત્યાં શરુ એક તાસ મારી પોતાની ધૂનમાં ગણિત ભણાવ્યું બપોરે 11.40 ના ટકોરે જ્યારે સ્ટાફમાં બીજા તાસ જવા ગયો ત્યાં અમારા સ્ટાફ મિત્રો પૂછતા હતા કે તમારે પરિક્ષા ક્યારે છે મેં મારી ધૂનમાં કહ્યું કે મારી પરિક્ષા તા ૧૪/૧૧/૨૦૧૪ રોજ છે પણ મારા મગજ શંકા જતા એવું લાવને મારા મોબાઈલમાં હોલ ટીકીટ પણ ડાઉનલોડ કરેલ તે જોઈ લઉં

મેં જોયું મારા પગ તળેથી જમીન ખસી ગયી હોય તેમ તેમાં પરિક્ષા તા ૧૨/૧૧/૨૦૧૪ રોજ બપોરે 3.૦૦ કલાકે ગાંધીનગરમાં હતી તરત અમારા શિક્ષક મિત્રો પૂછ્યું કે આજે કઈ તારીખ તો કહે ૧૨ નવેમ્બર .......... બસ પતી ગયું ...................... ખેલ ખતમ પરિક્ષા ગયી હવે થોડું જડિયા(ધાનેરા) થી ગાધીનગર ૨૨૩ કી મી કેવી રીતે જવાય
પણ હું નિરાશા સાથે અમારા મિત્ર શંકરભાઈ(ઓફીસ સુપ્રીટેડેન્ટ) અને અશોકભાઈ પાસે ગયો અને ખારા સમયે મિત્રતા કામ આવી . અશોકભાઈ તેમની શિફ્ટ ગાડી દ્વારા મારી સાથે આવવાનું જણાવ્યું મેં કયું કે થોડુ 3 કલાક માં જડિયા(ધાનેરા) થી ગાધીનગર ૨૨૩ કી.મી કાપીને જવાય ત્યાં શંકરભાઈ(ઓફીસ સુપ્રીટેડેન્ટ) e કહ્યું કે તમે ટાઈમ સર પહોચી જશો જરા અખતરો તો કરો અમે જડિયા નીકળ્યા લગભગ ગાડી ૧૨૫ થી ૧૫૦ કિમી ઝડપે ભગાડીને લગભગ ૨-૩૦ કલાક માં પરિક્ષા સ્થળ પર પહોચ્યા જે મારા માટે અકલ્પનીય હતું અને હું ટાઈમસર પરિક્ષા આપી શક્યો તેના ખારા હકદાર મારા બંને મિત્રો હતા
મિત્રો આ વાત એટલા માટે લખી છે કે આપણે જો કોઈના માટે થોડા પણ ઘસાઇએ તો કોઈ આપના માટે ઘસાય માટે મિત્રતા ક્યારે ના ભુલાવી જોઈએ મારા માટે અશોકભાઈ અને તેમની શિફ્ટ ગાડી દેવદૂત સમાન બની હતી હવે સમય આવે ત્યારે મારે આ મિત્રો નું કામના ભૂલાય .....
જે થયું તે ખરું પણ તમારી સાથે આવું ણા થાય તેની ખાતરી રાખજો મને સકટ સમયે મિત્રોની મદદથી મારો સમય સાચવી લીધી પણ તમે....................... ખબર રાખજો

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo