primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

October 14, 2014

આ છોકરી રડે છે લોહીના આંસુ કારણ કે...


લખનૌ, 13 ઓક્ટોબર
લખનૌમાં રહેતી 13 વર્ષની વર્ષની ટ્વિન્કલ દ્વિવેદી નામની છોકરી પહેલી નજરે તો કોઈ સામાન્ય ટીનેજર જેવી જ લાગે છે પણ કુદરતે તેની સાથે એક જોરદાર મજાક કરી છે. હકીકતમાં ટ્વિન્કલ જ્યારે રડે છે ત્યારે તેની આંખમાંથી આંસુ નહીં પણ લોહીની ધાર નીકળે છે. આ અજબનાક ફેરફાર વિશે તબીબી તપાસ કરવામાં આવી છે પણ આ મામલે કોઈ નક્કર કારણ નથી મળ્યું.
હકીકતમાં ટ્વિન્કલને કોઈ અજબ રોગ થયો છે જેમાં કોઈ ઇજા વગર પણ માથા, હાથ અને પગમાંથી લોહી નિકળવા લાગે છે. પ્રિયંકાની આ હાલતને કારણે કેટલાક લોકો તો એવી ચર્ચા કરે છે કે તેને કોઈ ભૂતપ્રેતનું વળગણ છે. ટ્વિન્કલ પર અનેક મેડિકલ રિસર્ચ થઈ ચુક્યા છે અને તે દેશ-વિદેશની ડોક્યુમેન્ટ્રીમાં ચમકી શકી છે.

જોકે હાલમાં એક યુનવર્સિટી ઓફ ટેક્સાસા ડોક્ટર જ્યોર્જ બુચાનને ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે 'મને લાગે છે કે ટ્વિન્કલને સમસ્યા શારીરિક કરતા વધારે માનસિક છે. મને લાગે છે કે મુનચુઝેન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાય છે જેમાં એક વ્યક્તિ કોઈ શારીરિક સમસ્યા વિશે વિચાર કરે છે અને પછી જાતે એના જેવા લક્ષણો ઉભા કરે છે. મેં ટ્વિન્કલની તપાસ કરી છે જેના આધારે હું કહી શકું છું કે કોઈપણ પ્રકારની ઇજા વગર આવી રીતે આટલું બધું લોહી નીકળવું અશક્ય છે. ટ્વિન્કલની માતા હકીકતમાં મુનચુઝેન સિન્ડ્રોમથી પીડાય છે અને તેની જ મદદથી આખી પરિસ્થિતી ઉભી કરવામાં આવી હોય એવી પુરેપુરી શક્યતા છે
Watch Video

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.