primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

February 3, 2015

માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય!

માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય!
બસ, આમ જ નાક વાઢવાનું? જબરું કે'વાય!
ઊભડક રહી વર્ગમાં આખો દિ' ભણાવાનું,
ને થાક્યા વિના હસતાં રે'વાનું? જબરું કે'વાય!
વાંચતા લખતાં કરવાનો ને ઘરે જઇ લઇ આવવાનો,
એ જ સ્ટુડન્ટને ટચ નંઇ કરવાનું, જબરું કે'વાય!
મત, વસ્તી, વૃક્ષ, કૂતરા- ગણતરીઓની ગૂંચવણમાં,
ખુદને પણ સાવ ભૂલી જવાનું, જબરું કે'વાય!
દુનિયા ભલેને નીતનવાં વાઘા કેમ ન બદલે;

ઑફિસિયલી રે'વાનું ને સાડીમાં જ ફરવાનું, જબરું કે'વાય!
માસ્તર તો શાળામાં ને મંદિરિયામાં જ શોભે,
પિક્ચર તો સપનામાં બી નંઇ જોવાનું, જબરું કે'વાય!
કાગળિયાનું કામ બધુંયે કમ્પ્યૂટરમાં કરવાનું,
પણ ફેસબુક-વૉટ્સ અપ નંઇ મચેડવાનું, જબરું કે'વાય!
પગારની જ્યાં હોય સફર એકથી તારીખ પાંચ સુધી,
ને એને'ય 'માનદ્ વેતન' કે'વાનું, જબરું કે'વાય!
'માઁ' ના સ્તરે 'માસ્તર' એવું કાગળિયામાં જ શોભે,
છેવટે એણે 'સરકારી નોકર' જ રે'વાનું, જબરું કે'વાય!
માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય!
બસ, આમ જ નાક વાઢવાનું? જબરું કે'વાય!
@ જનક ભુનાતર 'તનહા'
(લખ્યા તારીખ 02/02/2015)

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.